Explore

Search

September 6, 2025 9:42 pm

IAS Coaching

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ -2

 

શ્રી ગણપતી મંદિરની સામે આશરે 700 વર્ષ જૂનું શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર છે, જે સમયાંતરે થોડું નમી ગયેલ જોઈ શકાય છે.

પુષ્પાવતી નદીના કિનારે આવેલ હોવાથી નજીકમાં જ અદભુત કુદરતી સૌંદર્ય પણ જોઈ શકાય છે.

આજુબાજુનું શાંત વાતાવરણ ત્યાં રોકાનાર ભકતના મનને શાંતિ આપે છે.

ઉદાર દાતાઓના વિશેષ સહયોગથી અહીં રોકાવા માટે તમામ સગવડો વાળું અતિથિગૃહ અને બપોર – સાંજ પાકું ભોજન ભોજનાલયમાં નજીવા દરે મળી રહે છે.

ચા – નાસ્તા અને ઠંડા માટે મંદિર કેમ્પસમાં કેન્ટીન પણ છે.દાદાની પ્રસાદી રૂપેનો લાડવો ખાવાની મજા જ કઈક અલગ છે.

અહીં દર માસની કૃષ્ણ પક્ષ (પૂનમ પછીની) ચોથ માં ખૂણે ખૂણેથી હજારો ભક્તો દર્શન માટે આવતા હોવાથી બપોરે મોડા સુધી ફળાહાર અને આખો દિવસ ચા – પાણીની યોગ્ય વ્યવસ્થા સંસ્થા તરફથી વર્ષોથી ચાલી આવે છે.

અહીંના દરેક પ્રસંગ કે મોટા આયોજનમાં ગામલોકોનો દરેક પ્રકારનો સહકાર મળતો રહે છે.

વધુ આવતા અંકે,,!!

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai