સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય, માં ઉમિયા અને મહાદેવના લાડકા, દેવ સેનાપતિ કાર્તિકેયના ભાઈ, રિદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિના દેવ ગણાતા શ્રી ગણેશ ભગવાનના ઐઠોર (ઊંઝા) ખાતેના મંદિરના મહત્વને લોકમુખે સાંભળેલ વાતો પરથી ટૂંકમાં સમજીએ.
જગતભરમાં ભાગ્યેશ જ જોવા મળતી રેણુ (માટી) માંથી બનાવેલ ડાબી સૂંઢવાળા ગણેશજી શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં ઓછામાં ઓછા 1200 વર્ષથી અહીં બિરાજમાન હોવાનું મનાય છે.
દાદાની મૂર્તિને સિંદૂર અને ઘી નો ચોળો
લગાવવામાં આવે છે. લોકવાયકા મુજબ દ્વાપર યુગમાં 33 કોટી દેવતાઓ અહિથી પસાર થતા રથના પૈડા અહીં ફસાઈ ગયેલ,આથી આવી પડેલ વિઘ્નને દૂર કરવા દેવોએ શ્રી ગણેશજીને આગળ કરી તેમને પ્રસન્ન કરવા અહીં માટીની મૂર્તિ બનાવી સ્થાપના કરેલ હોવાની માન્યતા છે.
પ્રાચીન સમયમાં ઐરાવતી નગરીના નામે ઓળખાતું આજનું ઐઠોર ગામ દાદાના નામથી દેશભરમાં પ્રખ્યાત થઇ ચૂક્યુ છે.
વધુ,, આવતા અંકે
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
