વિસનગર તાલુકાના ખંડોસણ ગામે 22-07-25 મંગળવારના આજના આ સેવાકીય પોગ્રામમાં હાજર ગામના નવિન ચુટાયેલ સરપંચશ્રી સુરેશભાઈ ચોધરી, ઉપસરપંચ કીરણસિંહ રાજપુત તથા ખંડોસણ ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી સાહેબ તથા આશ્રમના નામાવંતા સેવક ગણ ચૌધરી રામસિંહ ભાઈ, માજી ઉપસરપંચ મહેન્દ્રસિંહ રણજીતસિંહ તથા રમેશભાઈ ચૌધરી તથા પંચદેવ કુટીર આશ્રમના મહારાજ શ્રી વિરમજી ભગત તથા અન્ય સેવકો સૌ સાથે મળી પર્યાવરણનુ મહત્વ સ્વીકારતો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તેમણે અનેક પ્રકારના વૃક્ષો વાવ્યા હતા.
મહારાજ શ્રી વિરમજી ભગત વર્ષોથી અહીં પંચદેવ કુટિર આશ્રમમાં ધર્મની સાથે પર્યાવરણ અને જીવદયાને લગતી અનેક પ્રવૃત્તિઓમાં રસ રાખી રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
