Explore

Search

September 6, 2025 12:24 pm

IAS Coaching

વિસનગર તાલુકાના શ્રી વાળીનાથ મહારાજના નામથી જગવિખ્યાત તરભ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ શ્રી મફાજી અને ઉપસરપંચ સમુબેને આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો.

તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી 2025 માં તરભ ગ્રામ પંચાયતની ચુંટણી પણ યોજાઈ હતી,

જેમાં તરભ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શ્રી મફાજી ઠાકોર તથા ઉપસરપંચ તરીકે સમુબેન ચૌધરીની શપથ વિધિનો કાર્યક્રમ આજ 15-07-25 મંગળવારે સવારે 11 વાગે ગ્રામ પંચાયત કચેરીમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બાર ગામ સોનગરા ચૌહાણ સમાજના પ્રમુખ સોમાજી, તલાટી શ્રી પરેશભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરી, અમા ભા, બાબુજી, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને વધુ સફળ બનાવ્યો હતો.

જેમાં આગામી દિવસોમાં તરભ ગામના સર્વ સમાજને સાથે રાખી ગામના બાકી રહેલા તમામ વિકાસલક્ષી કામો હાથ ધરવાનો સંકલ્પ કર્યો હતો.

અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,

હાલ ગામમાં ચારેબાજુ જેમની પ્રસંશા થઇ રહી છે તે લોકલાડીલા, ઉત્સાહી, યુવા સમાજ સેવક

 

સરપંચ શ્રી મફાજી ઠાકોર ચૂંટણીમાં જંગી મતોથી જીતવા સાથે બીજી વાર તરભ ગામના સરપંચપદના હોદ્દા પર બેઠા છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai