સમગ્ર વિશ્ર્વમાં જ્યારે યોગ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે કડીનાં નાનીકડી માં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પણ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
શાળાનાં બાળકો એ યોગ, પ્રાણાયામ, આસન કરી પોતાનામાં રહેલ કૌશલ્ય કલા શક્તિનાં દર્શન કરાવ્યા હતા. શાળાનાં આચાર્ય ખોડાભાઈ પટેલે યોગ પ્રાર્થના કરાવી યોગ દિવસનાં મહત્વની સાથે આરોગ્ય, સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ, જીવદયા, સંસ્કાર, નિડરતા, નિષ્ઠા, પ્રામાણિકતા, સાંસ્કૃતિક કલા વગેરે વિષયક માર્ગદર્શન આપી પ્રત્યેક વિષય બાબતે લોક જાગૃતિ લાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. શાળાનાં સ્ટાફ મિત્રોએ બાળકો માં રહેલ યોગ શક્તિઓ ને બિરદાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
