તારીખ 12 જુન 2025 ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી, સંવેદનશીલ અને જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણી સહિત 241 પ્રવાસીઓ અને તાલીમાર્થી ડોક્ટરો સાથે લગભગ 300 વ્યક્તિઓના થયેલ કરુણ મૃત્યુ નિમિત્તે તારીખ 17 જૂન 2025 ના રોજ બનાસકાંઠા જિલ્લા તથા પાટણ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા ના ટ્રસ્ટીશ્રીઓ તથા હોદ્દેદારો તરફથી સંવેદના સહ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના ગેળા મુકામે જય બજરંગ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવેલ જેમાં શ્રી ચિનુભાઈ પાંચાણી થરા, શ્રી જે.બી .દોશી દિયોદર, શ્રી દેવેશભાઈ શાહ સમી, શ્રી રોહિતભાઈ શાહ સમી, શ્રી પ્રફુલભાઈ શાહ સિધ્ધપુર, શ્રી કમલેશભાઈ શાહ રાધનપુર, શ્રી તેજપાલભાઈ પટવા ઊંઝા, જયભાઈ શાહ મહેસાણા, ધીરુભાઈ શાહ પાટણ, શ્રી બકુલભાઈ ભુવાજી વખા સહિત અનેક પાંજરાપોળ ગૌશાળા હોદ્દેદારો ખાસ હાજર રહી પોતાની સંવેદના રૂપી શ્રદ્ધાંજલિ રજૂ કરેલ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
