Explore

Search

September 6, 2025 10:22 pm

IAS Coaching

વિશ્વ પર્યાવરણ દિવસે ખોડાભાઈ પટેલને શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. 

પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર ભારત રાષ્ટ્રમાં અનેક પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.

શ્રી મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક વડનગરપુરા-કલોલમાં પણ પાંચમી જૂનના રોજ શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ સમારંભ – 2025 યોજાયો.

આ રુડા અવસરે કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા,નાનીકડીનાં કર્મઠ આચાર્ય, લોક કલાકાર અને માનવ કથાકાર ખોડાભાઈ બળદેવભાઈ પટેલ ‘ધર્મેશ’ ને શ્રેષ્ઠ પર્યાવરણ સેવા બદલ શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ – 2025 અર્પણ કરવામાં આવ્યો. આ સમારંભમાં ઉપસ્થિત અમદાવાદ મણીનગર ગાદીનાં ભગવત પ્રિયદાસજી મહારાજ, ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, કલોલનાં ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, તિરુપતિ ઋષિવનનાં જીતુભાઈ પટેલ,ગ્રીન પ્લેનેટનાં અહેમદભાઈ પઠાણ, પ્રો.રાજેભાભાઈ પઠાણ, મીનેષભાઈ પટેલ સમગ્ર ગુજરાત માંથી પધારેલ પર્યાવરણ પ્રેમીઓએ ખોડાભાઈ પટેલની પર્યાવરણ સેવાઓ ને બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai