Explore

Search

September 8, 2025 8:50 am

IAS Coaching

ભારત સંચાર નિગમ લિમિટેડ, મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની આજની બેઠકમાં સર્કિટ હાઉસ, મહેસાણા ખાતે સાંસદ શ્રી હરિભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહેસાણા,પાટણ તથા હિમ્મતનગર દૂરસંચાર સલાહકાર સમિતિના 20 સભ્યોએ ભાગ લીધો.

માનનીય સાંસદ શ્રી હરિભાઇ પટેલે દૂર સંચાર સેવાઓમાં સુધારણા તેમજ ગુણવત્તા વધારવા માટે આવશ્યક સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું અને જણાવ્યુ કે બીએસએનએલ દેશમાં સેવાભાવનાના હેતુ થી કાર્ય કરે છે તેમજ દેશના મહત્વના ક્ષ્રેત્રો , પ્રોજેક્ટોમાં તથા દેશના દૂરદરાજ આંતરિયાર વિસ્તારો માં દેશહિતમાં સેવા માટે કાર્યરત છે. તેમણે તમામ દૂરસંચાર સલાહકાર સમિતિ સભ્યો અને બીએસએનએલ અધિકારીઓએ સાથે મળી બીએસએનએલની સેવા- ગુણવત્તા-કનેક્શન વધારવા આવશ્યક સૂચનો આપ્યા અને પ્રોત્સાહિત કર્યા.

આ બેઠકમાં શ્રી પંકજ ભંડારી , પી.જી.એમ, બીએસએનએલ,મહેસાણા એ મહેસાણા બિઝનેસ એરિયામાં ચાલતા ટેલિફોન એક્સ્ચેંજ, બ્રોડબેન્ડ, લેન્ડલાઇન,મોબાઇલ કનેક્શન,એફટીટીએચ તથા નવા મોબાઇલ ટાવરો તથા બીએસએનએલ દ્વારા ચાલતા અન્ય પ્રોજેક્ટ્સના અનુસંધાને વિસ્તૃત માહિતી આપી. તેમણે 4જી સેચ્યુરેશન પ્રોજેકટ તથા 4જી ફેઝ 9.2 બાબતે પણ માહિતી આપી કે જેમાં ભારત સરકાર દ્વારા દેશના તમામ ગામ અને શહેરોને 4જી મોબાઇલ ટાવરના માધ્યમથી જોડવાનું લક્ષ્ય છે. બેઠકમાં બીએસએનએલ ની નવી સેવાઓ જેવી કે નેશનલ વાઈફાઈ રોમિંગ તથા બીએસએનએલ આઇએફટીવી ની પણ ચર્ચા કરાઇ.

આ બેઠકના અંતમાં , શ્રી આર.જી.ગોહે , બીએસએનએલ ઓપરેશન એરિયા હેડ , મહેસાણા એ માનનીય સાંસદ શ્રી તથા ઉપસ્થિત તમામ દૂરસંચાર સલાહકાર સમિતિ સભ્યો નો આભાર વ્યક્ત કર્યો.

 

 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

M0: 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai