Explore

Search

September 9, 2025 1:52 am

IAS Coaching

શ્રી હરી બાપુ, શ્રી આનંદ ટ્રસ્ટ, કડી દ્વારા શેરથામાં ત્રીદિવસીય ધ્યાન યોગ શિબિરનુ આયોજન કરવામાં આવશે.

આગામી ત્રીદિવસય ધ્યાન યોગ શિબિર તારીખ:8,9,10/મે/2025

સ્થળ: નરસિંહ ભગવાન મંદિર વાડી મુ. શેરથા તા:કલોલ

મુકામે યોજાશે જેમાં સિદ્ધયોગી શ્રી હરી બાપુ પોતાની શક્તિનો સાધકોને લાભ આપશે.

સાધકોના કલ્યાણ અર્થે ગોઠવાયેલ આ શિબિરમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના સાધકો જોડાવાની સંભાવના.

આ ત્રણેય દિવસ સ્થળ પર જ રહેવું અને નક્કી કરેલ નિયમો અનુસરવા બધા સાધકો માટે ફરજીયાત હોય છે.

કોઈ પણ ઉંમર અને સમાજની વ્યક્તિ જોડાઈ શકે છે.

શિબિર દરમ્યાન યોગ સાથે તંત્ર, પ્રાણાયામ, અધ્યાત્મ, આયુર્વેદ, નૃત્ય, હાસ્ય, વેદ, ઇતિહાસ, ભગવદ્દ ગીતા જેવા અનેક ભારતીય રહસ્ય ભરેલા વિષય પર પ્રવચન અને માર્ગદર્શન દ્વારા વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.

શ્રી વિદ્યાનો યજ્ઞ પણ કરી દરેક સાધકો દ્વારા તેમાં આહુતિ પણ આપવામાં આવશે.

ઉનાળુ વેકેશનમાં સમયનો સદઉપયોગ થાય અને સાધકોમાં નવી આધ્યાત્મિક, દૈવી પ્રાણ ઉર્ઝાનો ઉદભવ થાય તેવા હેતુસર શ્રી હરી બાપુ દિવાળી અને ઉનાળાના સ્કૂલ વેકેશનમાં આ આયોજન દર વર્ષે કરતા હોય છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai