Explore

Search

September 8, 2025 11:06 pm

IAS Coaching

લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC/SMDC) સાથે સંવાદ કાર્યક્રમ મહેસાણા શાળા નંબર – 3 ખાતે યોજાયો.

શાળા વ્યવસ્થાપન સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ.

મહેસાણા, આજ 28 એપ્રિલ 2025 સોમવારના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી.

સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી શાળા વ્યવસ્થાપન સમિતિની પુન: રચના અને સામાજિક ભાગીદારી તથા વાલીઓના પ્રતિનિધિત્વ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણમાં યોગદાન આપવા માટેની આ પ્રેરણાત્મક પહેલના અવસરે મુખ્યમંત્રીશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી શાળા પરિવારના સભ્યો સાથે સાંસદશ્રીએ આત્મીય સંવાદ સાઘ્યો હતો.

મહેસાણા ખાતેના આ કાર્યક્રમમાં સાંસદશ્રીએ ઉપસ્થિત સૌને જણાવ્યું હતુ કે, શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC/ SMDC) ની સામાજિક ભાગીદારી થકી વાલીઓના પ્રતિનિધિત્વ દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણમાં યોગદાન આપીએ.આ પ્રસંગે શાળાના સૌ શિક્ષણકર્મીઓ અને બાળકો હાજર રહયા હતા.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer