જીવદયાના અનેક પ્રકારના કાર્યો માટે દેશભરમાં પ્રખ્યાત એવા શ્રી જહુ માતા સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા આવનાર 12-13 એપ્રિલે 22 મો પાટોત્સવ ઉજવાશે જેમાં કુતરાઓ માટેની રોટલીઓ બનાવવાની કાયમી સેવા આપતી 665 સેવાભાવી બહેનોને સ્મુતિભેટ આપી સન્માનિત કરાશે.
12 એપ્રિલ પાટોત્સવના પ્રથમ દિવસે બપોરે 2,15 કલાકે ડાહ્યાભાઈ ભગત આશીર્વાચન આપશે.
આ સાથે મુખ્ય મહેમાન તરીકે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ,
અતિથિ વિશેષ જીજ્ઞાબેન પટેલ સહીત અનેક સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
બીજા દિવસ 13 એપ્રિલે સવારે યજ્ઞ, શોભાયાત્રા અને રાત્રે રાસ – ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભક્તો અને સેવકોમાં ઉત્સાહનો માહોલ વર્તાઈ રહ્યો છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
