17-03-25 સોમવાર ને બપોરે 3:30 કલાકે શ્રી શિવ-શક્તિ આશ્રમ લક્ષ્મીપુરા, વાલમમાં ‘આનંદનો ગરબો’ નુ આયોજનનું સરસ રીતે ગોઠવવામાં આવ્યુ હતુ,
જેની મોટી સંખ્યામાં ભાવિકભક્તો સાથે લક્ષ્મીપુરા ઉપડવા સ્કૂલના બાળકો અને બહેનોએ પણ આનંદ પૂર્વક ભાગ લીધો હતો.
શ્રી શિવ શક્તિ આશ્રમના મહન્ત અને પીઠાધીશ્વર ઉમાગીરી માતાજીના સાનિધ્યમાં અવારનવાર ભજન કીર્તન, સુંદરકાંડ, આનંદનો ગરબો, દુર્ગા નવમી, કન્યા ભોજન,સત્યનારાયણની કથા વગેરે જેવા અનેક ધાર્મિક આયોજન સનાતન ધર્મ સાથે ભક્તો જોડાયેલા રહે એ હેતુસર ગોઠવવામાં આવે છે.
ફળફળાદિના અનેક વૃક્ષો વચ્ચે છેલ્લા 12 વર્ષોથી ત્યાં પક્ષીઓ માટે બારેમાસ દાણા-પાણીની કાયમી સરસ સેવા કરવામાં આવી રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
