ઊંઝા, ૧૬/૦૩/૨૦૨૫: ઊંઝાની અગ્રણી પ્રિસ્કુલ પોદાર પ્રેપ ઉંઝાએ ૧૬/૦૩/૨૦૨૫ ના રોજ ઊંઝાના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે છઠ્ઠા વાર્ષિક કોન્સર્ટનું આયોજન કર્યું હતું. ‘કહાની ઔર કલા કા ઉત્સવ’ થીમ પર આ કાર્યક્રમમાં ૫૫૦ થી વધુ વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી હતી.
આ કોન્સર્ટમાં ૨-૬ વર્ષની વયના પ્રિસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ કરનારા નૃત્ય અને નાટકના પ્રદર્શનનો સમાવેશ થયો હતો. બાળકોના ઉર્જાવાન અને આકર્ષક પ્રદર્શનોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં પોદાર પ્રેપ ઉંઝા, અલોહા ઉંઝા અને એકલવ્ય – ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગના સ્થાપક ડિરેક્ટર શ્રી મહેશ નાયી, આર. કે. ફાઉન્ડેશન, ઉંઝાના સ્થાપક ટ્રસ્ટી શ્રી હિતેશ પટેલ અને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, ઉંઝાના ટ્રસ્ટી શ્રી તેજપાલ પટવા અને મહેસાણાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના એડમિન સ્ટાફ શ્રી કુલવિંદર સિંહ ધાલીવાલ, શ્રી પ્રતીક રાવલ અને શ્રી સરતાજ મન્સુરી એ હાજરી આપી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 9879861970
