તલાટી સાહેબ શ્રી મહેશભાઈ મૂળ વિસનગરના વતની છે અને હાલ ત્યાં જ પોતાના પરિવાર સાથે રહે છે. કોઈ પણ જાતના વાદ-વિવાદથી દૂર રહી દરેક જાતિને સરખા માની કામ કરવામાં સતત ઉત્સાહી રહી ગામલોકોના હૃદયમાં રહી સેવા કરવામાં માનવા વાળા હતા.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વર્ષોથી તલાટી તરીકે મહેશભાઈ મોદી 28 વર્ષની સેવા બાદ નિવૃત્તિ લેતા ઐઠોર ગ્રામ પંચાયતના તમામ સ્ટાફ અને અહીંના મિત્રો, સબંધીઓ સહીત બધા હાજર રહી ગ્રામ પંચાયત હોલમાં જ ભાવસભર વિદાય સમારંભ યોજ્યો હતો. 31-12-24 મંગળવારે યોજાયેલ આ પોગ્રામમાં પૂર્વ સરપંચ શ્રી સુરેશભાઈ પટેલે તલાટી શ્રી મહેશભાઈ ને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરી પ્રસંશા પાત્ર શબ્દોથી આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં અમરતભાઈ (કાળુભાઇ)દેસાઈ વી.સી.ઈ સહીત તમામ સટાફ અને ગામલોકો હાજર રહી નિવૃત્તિ માટે શુભકામના પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :-987 986 1970
