એકબાજુ ભાજપના નેતાઓ ઊંઝામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્યો બનાવવામાં વ્યસ્ત છે તો બીજી બાજુ ઊંઝા પાલિકાના પુર્વ કોર્પોરેટર અને જાગૃત નાગરિક ભાવેશ પટેલ સામાન્ય લોકોની સલામતીનો પ્રશ્ન ઉપાડી લોકસેવા કરી રહ્યા છે.
ઊંઝા સ્ટેટ હાઇવે પર વારંવાર બનતા અકસ્માતોને રોકવા ઊંઝા નગરપાલિકાના પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા કાર્યપાલક ઈજનેરશ્રી,માર્ગ અને મકાન વિભાગ,(સ્ટેટ) મહેસાણા ,આર.એન.બી ગુજરાત સ્ટેટ, કલેકટર ,ધારાસભ્ય ,એમ પી મહેસાણા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી.
પાટીદારોનું હબ ગણાતા ઊંઝા, પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર અને એશિયાની સૌથી મોટી ગણાતી APMC ના કારણે દર વર્ષે લાખો લોકોની અવરજવર ઊંઝામાં રહેતી હોય છે.
ઊંઝા સ્ટેટ હાઇવે રિલાયન્સ પેટ્રોલ પંપ સામેથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ અને ઊંઝા શહેરને જોડતો ઓવર બ્રિજ બન્ને પરસ્પર રોડ હોવાથી પૂર ઝડપે ભારે વાહનો પસાર થવાથી રિલાયન્સ પંપ સામેના સર્કલ પર અકસ્માત નિવડે છે,
તેમજ મકતુપુર તરફ રોડેશ્વર મહાદેવ રોડ અને ઊંઝા શહેરને જોડતો સર્કિટ હાઉસ રોડ બન્ને પરસ્પર રોડ હોવાથી પૂર ઝડપે ભારે વાહનો પસાર થવાથી રોડેશ્વર મહાદેવ રોડ પર અનેકો ગંભીર અકસ્માત બન્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે,
વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવા માટે ભાવેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
