Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી વાત એ છે કે આ એક્ઝિબિશન કોઈ એક કે બે ફોટોગ્રાફરનું જ નથી પણ 80 જેટલા ફોટોગ્રાફરના અહિંયા ફોટા રજુ કરવામાં આવ્યાં છે. જે સૌથી મોટી વાત છે.
શમશેરજીએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી મારૂ અહિંયા સરસ ફેમેલી બની ગયું છે. અહિંયા અમે મિત્રો સાથે મળીને ફોટોગ્રાફી કરીએ છીએ. અને શિખીએ છીએ.છેલ્લા 3 વર્ષથી અમે ક્લીક કાર્નિવલ કરીને એક્ઝિબિશન કરીએ છીએ.આજના આ એક્ઝિબિશનમાં 80 જેટલા ફોટોગ્રાફરના 200થી વધારે ફોટોગ્રાફ્સ છે. જેમાં વાઈલ્ડ લાઈફ, નેચર,સ્ટ્રીટ, ફુડ ફોટોગ્રાફી.વગેરે વગેરે.તો બધા આવો અને આ એક્ઝીબિશન તમે એન્જોય કરી શકો છો.
News18ગુજરાતી
આ એક્ઝિબિશન 3 દિવસનું છે.અહિંયા કોઈ પણ પ્રકારની ફી નથી.આ સાથે જે તમે અહિંયા એક્ઝિબિશનમાં તમે તમારો ફોટોલઈ શકો છો કોઈ પણ ફોટોઝ સાથે અને એ જ ફોટો તમે અહિંયા સબમીટ કરાવી શકો છો. લકી વિનરને ઈનામ પણ આપવામાં આવશે. તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી ક્લબ રાજકોટ માત્ર ફોટોગ્રાફી જ નથી કરતુ પણ સાથે સાથે સામાજીક કાર્યક્રમો પણ કરે છે.ફોટોગ્રાફી ક્લબ રાજકોટઅલગ અલગ સ્કુલ કોલેજમાં જઈને પણ વર્કશોપ ગોઠવીએ છીએ.જેથી કોઈ પણ સ્કુલ કોલેજને ઈન્ટરેસ્ટ હોય તેઓ આ ટીમનો સંપર્ક પણ કરી શકે છે.
આ એક્ઝિબિશન સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટુ એક્ઝિબિશન છે.અહિંયા બધા લોકો સાથે મળીને મહેનત કરે છે. છેલ્લા 3 વર્ષથી એ એક્ઝિબિશનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ એક્ઝિબિશનમાં 15 વર્ષનાથી લઈને 70 વર્ષના સુધીના લોકોએ ભાગ લીધો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
