Explore

Search

April 19, 2025 4:14 pm

IAS Coaching

Fact Check: કોરોનાના કારણે દેશમાં લાગશે ‘લૉકડાઉન’, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત કેટલાય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેને જોતા ભારતમાં પણ ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવા માટે કહી દીધું છએ. ચીન સહિત કેટલાય દેશોમાંથી આવતા મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાને લઈને કેટલાય પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.

હવે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવાય છે કે, કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને આગામી 20 દિવસ સુધી સ્કૂલ/કોલેજ બંધ રહેશે. આ વાયરલ સમાચારને પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ નકલી ગણાવ્યું છે.

લોકડાઉનના નકલી સમાચાર

ટ્વિટર પર તેના વિશે પ્રતિક્રિયા આપતા પીઆઈબી ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર કેટલાય સમાચારો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ- 19ના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને સ્કૂલ/કોલેજ બંધ રહેશે. પીઆઈબીની ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે, આ દાવો નકલી છે. કોવિડથી જોડાયેલી આવી જાણકારી શેર કરતા પહેલા ફેક્ટ ચેક ચોક્કસથી કરો.

કોરોનાને લઈને સરકાર સતર્ક

કોરોનાના વધતા ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડથી ભારતમાં કોઈ પણ એરપોર્ટ પર આવતા મુસાફરોને કોવિડ નેગેટિવ રિપોર્ટ હોવો ફરજિયાત છએ. તેમાં કહેવાયું છે કે, ભલે જ તેમણે કોઈ પણ દેશની યાત્રા કરીને આવ્યા હોય.

દેશમાં કોરોનાની સ્થિતી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યાના તાજા અપડેટ અનુસાર, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.46 કરોડ નોંધાયેલી છે. સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા
5,30,707 છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai