તા.2 અને 3 ઓગસ્ટ 2025,, શનિવાર અને રવિવારના દિવસે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ઉનાવા દેશની વાડી, ઊંઝા ખાતે ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન ડી. પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ
રોટરી કલબ ઓફ ઊંઝાના પ્રમુખશ્રી નેહા એસ. જાની,
આર. કે. ફાઉન્ડેશન ઊંઝાના સ્થાપક ટ્રસ્ટી અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ કોર્ડીનેટર હિતેષ પટેલ (એચ.એચ.), તેમજ સંસ્થાના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
જેમાં ડિઝાઇનર સાડી, ડ્રેસ મટીરીયલ, ચણીયા ચોળી, ફેન્સી બ્લાઉઝ, વાઈટ કોટનના કપડા, ઇમિટેશન જ્વેલરી, ગિફ્ટની આઈટમ, કોસ્મેટિક પ્રોડક્ટ, ખાદી, હેન્ડમેડ જ્વેલરી, એસેસરીઝ, ઘરેથી નાસ્તા બનાવી આપવા અને વિવિધ ફ્લેવરના ખાખરા સ્ટોર રાખવામાં આવેલ છે.
આ બહેનોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી કોઈ પણ ચાર્જ વગર ફ્રી 34 સ્ટોર આપવામાં આવેલ છે.
આ એક્ઝિબિશનનો સંપૂર્ણ ખર્ચ ઊંઝા નગરપાલિકા, રોટરી ક્લબ ઓફ ઊંઝા અને આર. કે. ફાઉન્ડેશન ઊંઝા દ્વારા કરવામાં આવેલ છે.
આ એક્ઝિબિશનમાં 1000 થી વધારે લોકો મુલાકાત લેશે એવું અનુમાન છે.
ઊંઝા નગરપાલિકા દ્વારા My Theli અભિયાન અંતર્ગત ખાસ તમારા ઘરે પડેલા જૂના કપડાં લઈને આવજો અને તેની કપડાંની થેલીઓ બહેનો દ્વારા બનાવી આપવામાં આવશે.
આ લોકસેવા ચોમેર પ્રસંશાને પાત્ર બની છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
