પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે શહેરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
જેમાં મહેસાણા શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા, રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ પીન્ટુભાઇ પટેલ તથા અન્ય અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પૂજામાં સાંસદ હરિભાઈ પટેલે શિવજીનો અભિષેક કરીને શ્રાવણ માસના સોમવારના વ્રતનું મહત્વ દર્શાવ્યું. તેમણે જણાવ્યું કે,
“શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થાય છે.” આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલના ધર્મપત્ની જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ દર્શનમાં જોડાયા હતા.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
