રોટરી ક્લબ ઓફ ઊંઝાનો શપથવિધિ કાર્યક્રમ તા. 22-7-2025 ને મંગળવારના રોજ યાત્રિક ભવન ઊંઝા ખાતે યોજાયો હતો. જેમાં વર્ષ 2025-26 ના ઊંઝા રોટરી ક્લબના પ્રમુખ પદે નેહા એસ. જાની અને મંત્રી પદે રાજુભાઇ એમ. પટેલની વરણી કરવામાં આવી તથા અન્ય પાંખ રોટરેક્ટ ક્લબના પ્રમુખ પદે વિકાસ જે. પટેલ અને મંત્રી પદે સાગર આર. મોદીની વરણી કરવામાં આવી અને ઈનરવ્હીલ ક્લબ પ્રમુખ પદે ભાવિકા કે. પટેલ અને મંત્રી પદે પ્રીમલ એન. પટેલની વરણી કરવામાં આવી હતી.
આ શપથવિધિ કાર્યક્રમમાં શપથવિધિ કર્તા તરીકે RID 3055 DG નિગમભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા. શપથવિધિ કાર્યક્રમના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ (ઊંઝા ધારાસભ્ય), ઉદ્ઘાટક જીજ્ઞાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (મિલન) (પ્રમુખશ્રી, નગરપાલિકા,ઊંઝા) અને મુખ્ય મહેમાન તરીકે Zone-9 AG ગોવિંદભાઈ પટેલ (સમર્થ ડાયમંડ વાળા) હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પોપટભાઈ એમ. પટેલ ચેરમેનશ્રી, ઊંઝા નાગરિક સહકારી બેંક, ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી ક્લબ ઓફ ઊંઝા દ્વારા થતી પ્રવૃત્તિઓનો અહેવાલ આપવામાં આવ્યો હતો. નવા વરાયેલા પ્રમુખશ્રી નેહા એસ. જાની એ રોટરીના નવા વર્ષ 2025-26 માટે નવા અનેક પ્રોજેક્ટ કરીને રોટરી ક્લબ ઊંઝાનું નામ વધુ ઊંચાઈએ લઈ જશે તેવી ખાતરી આપી છે. આવેલ દરેક મહેમાનોએ નવા વરાયેલા પ્રમુખ-મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
