કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ બી.પટેલ દ્વારા વૃક્ષારોપણ નું મહત્વ વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઈ.
આ કાર્યક્રમમાં બાળકોને વૃક્ષોના છોડની ઓળખ કરાવી વૃક્ષારોપણનું મહત્વ અને માનવ જીવન માં તથા પશુ-પંખીઓનાં જીવનમાં અને ખાસ પર્યાવરણમાં વૃક્ષોની ઉપયોગીતા વિષે સમજ આપવામાં આવી.
વૃક્ષો વાવી અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. કારણ વગર કપાતા વૃક્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી લોક જાગૃતિ લાવવા જણાવ્યું હતુ. બાળકો એ પણ શિક્ષણની સાથે પ્રકૃતિ પ્રત્યે સંવેદના રાખી જીવનમાં આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો. ઉત્સાહી સ્ટાફ મિત્રોએ પણ પર્યાવરણમય બની સમગ્ર કાર્યક્રમમાં સારો સહકાર આપ્યો હતો. સંસ્થાનાં હોદ્દેદારશ્રીઓ એ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
