હિન્દુ સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમાનુ અલગ જ મહત્વ હોય છે.
ગુરુપૂર્ણિમા એ જાણે દરેક સાધક માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ હોય છે.
તે દિવસે સદગુરુના આશીર્વાદ એ જાણે સાક્ષાત શિવના આશીર્વાદ સમાન ગણાય છે.
શ્રી આનંદ આશ્રમ, સુજાતપુરા રોડ, કડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સદગુરુ શ્રી હરિ બાપુના આશીર્વાદ સાથે ભવ્ય રીતે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાશે.
આવતી 10-07-25 ગુરુવારે ગુરુપૂર્ણિમાના અતિ પવિત્ર દિવસે સવારે 10 થી 12 માં શ્રી ગુરુદેવ સત્સંગ, શ્રી ગુરુદેવ પૂજન, ભજન વાણી અને ત્યાર બાદ છેલ્લે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ છે.
વધુને વધુ ભક્તો પોતાના પરિવાર સાથે આ પોગ્રામનો લાભ ઉઠાવશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
