ચોમાસામાં આ રસ્તો બિલકુલ બંધ થઇ જતો હોવાથી રાહદારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલનો ઊંઝાનો નવા રેલવે સ્ટેશન પાસેના હાઇવે પરના વર્ષો જુના 11 ગરનાળા તરીકે ઓળખાતો આ રસ્તો સાઇકલ, બાઈક કે થ્રી વિલર માટે આશીર્વાદ સમાન સાબિત થતો આ માર્ગ સ્થાનિક તંત્ર ને કામ ના કરવાની દાનત, આળસ કે અણઆવડત ને લીધે આ પ્રશ્ન વર્ષે હજારો રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે.
તંત્રે તાત્કાલિક ધોરણે નાળાની ગમે તે એક ઊંચી બાજુએ નીચે મજબૂત પથ્થરો દ્વારા વરસાદ કે ગટરનુ પાણી ના આવી શકે તે રીતે લેવલિંગ કરી મજબૂત રસ્તો બનાવવા લોકમાંગ ઉઠી છે.
આ રસ્તો માંડ માત્ર 20 મીટર જેટલો જ છે.
સાવ સામાન્ય વરસાદ આવે તો પણ
પાણીના લીધે કીચડથી ખદબદી ઉઠતો આ રસ્તો પછી લાંબા દિવસે કીચડ સુકાઈને રસ્તો આવવા-જવા લાયક બને છે ત્યાં સુધી ચારેક કિલોમીટર દૂર આખો ઓવરબ્રીઝ ફરીને ટિફિન લઈને જનારા સાવ સામાન્ય સાઇકલ ચલાવનાર ફેક્ટરી કે ખેત મજૂરોની સુ દશા થતી હશે તે તો તેઓ જ જાણે.
આ બાબતે સ્થાનિક હોદ્દેદારો, ઊંઝા નગરપાલિકા, ઊંઝા રેલવે વિભાગ અને ધારાસભ્ય શ્રી સાથે મળી કાયમી કઈક યોગ્ય રસ્તો બનાવવા વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.
જવાબદાર સ્થાનિક તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાયમી પગલાં ક્યારે ભરે છે તે હવે જોવાનું રહ્યુ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
