Explore

Search

September 6, 2025 9:58 pm

IAS Coaching

Mahesana | Spg પરિવાર મહેસાણામાં યોજી રહ્યુ છે ભવ્ય ‘પાટીદાર સ્નેહમિલન 2025’

આવનાર તારીખ 7-6-25 શનિવાર ને સાંજે અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા રોડ, મહેસાણામાં spg પરિવારના ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.

આ સમગ્ર આયોજન લાલજીભાઈ પટેલ (રાષ્ટ્રીય અધ્યક્ષ, spg) ના નેતૃત્વમાં યોજાઈ રહ્યુ છે.

વિશેષ ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી મોટા બિનરાજકીય પાટીદાર સંગઠનમાં 25 લાખથી પણ વધુ કાર્યકર્તાઓ જોડાયેલ છે.

આ સંગઠનનો મુખ્ય હેતુ પાટીદાર સમાજની તન, મન, ધનથી સેવા, સહયોગ, રક્ષા કરવાનો છે.

લાલજીભાઈએ spg ટીમ સાથે મળી ગામે ગામ ફરી ભારત રત્ન શ્રી સરદાર પટેલના વિચારોનો ઘેર-ઘેર ફેલાવો કરવા સાથે યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તે અને લગ્ન નોંધણી ફરજીયાત કરવી તથા તેમાં માતા – પિતાની સહી પણ ફરજીયાત હોવી જોઈએ એવા અનેક જરૂરી મુદ્દાઓ માટે જાગૃતતા લાવવા ઘણા વર્ષોથી ખુબ મહેનત કરી રહ્યા છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique