Explore

Search

September 8, 2025 3:45 am

IAS Coaching

Unjha | ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ત્રીજો પાટોત્સવ ઉજવાયો.

તારીખ 8-5-25 ગુરુવારના રોજ ઐઠોર ગામે ગામી-ગોઠી પાટીદાર પરિવારોએ સાથે મળી બનાવેલ નવા શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો.

દિવસભર ચાલેલા આ ધાર્મિક આયોજનમાં ગામી – ગોઠી પરિવાર સિવાય અન્ય પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી યજ્ઞ અને દર્શનનો દિવ્ય લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનિય છે કે,

ઐઠોર ગામ તળાવ પાસે છૂટ-છાટ વાળી જગ્યાએ પથ્થર પર સરસ કોતરણી સાથે બનાવેલ આ નવીન મંદિરના આયોજકો દ્વારા અહીં અવારનવાર ભજન – સત્સંગના આયોજન થતા હોય છે.

ગામી-ગોઠી પરિવારો માટે આ મંદિર ભારે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai