આવનાર 31,1 અને 2 તારીખે યોજાનાર ત્રી-દિવસય ભવ્ય સુકન મેળામાં માત્ર 1 તારીખ ચોથના દિવસે જ દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને આશરે 35 ગ્રામ જેટલા વજનનો શુદ્ધ ઘી નો દાદાની પ્રસાદી રૂપેનો લાડવો બિલકુલ ફ્રી મા ભેટ અપાશે.
પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલના જણાવ્યા મુજબ આશરે 45 હજાર જેટલા લાડવા પેકીંગ સાથે અમે તૈયાર કરી રહ્યા છીએ.
દર્શનાર્થે આવનાર દરેક ભક્તોના ઘર સુધી આ લાડવો પહોંચે તેવા શુભ આશયથી મંદિરના ઇતિહાસમા પહેલીજ વાર સંસ્થા અને સમગ્ર ઐઠોર ગામના સહકારથી આ સેવાકાર્ય સંપન્ન થશે.
આ સેવાથી ભક્તોમાં વધુ પ્રસન્નતાનો માહોલ જોવા મળશે.
મેળા દરમ્યાન બપોર સાંજ બે ટાઈમ માત્ર 20 રૂપિયાના નજીવા દરે કોઈ પણ વ્યક્તિ સંસ્થાના ભોજનાલયમાં લાડવા સાથે ભરપેટ ભોજન લઇ શકશે.
અતિપ્રાચીન ગણાતા આ લોક- સાંસ્કૃતિક મેળામાં ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સંસ્થા પૂર્ણ તૈયારી કરી રહી છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
