22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં
સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોમેડી નાટક ‘બા તને હું ક્યાં રાખું?’ સરસ રીતે ગામલોકોએ સાથે મળીને માણ્યું.
આ પોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ સેવક, દાનવીર અને પાટીદાર અગ્રણી શ્રી અરવિંદભાઈ પટેલ (દદુ શેઠ),
સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોરના પ્રમુખ, દાનવીર, પાટીદાર અગ્રણી અને સમાજ સેવક બાબુભાઇ પટેલ, સમારંભના ઉદ્ઘાટક તરીકે ડૉ. બાબુભાઇ પટેલ (હાલ પાટણ),
અતિથિ વિશેષ તરીકે રાજુભાઈ પટેલ, મુકેશભાઈ લીમ્બાચીયા અને કુનાલભાઈ લીમ્બાચીયા ઉપસ્થિત રહ્યા હતા.
પોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી કરી, પછી દીપ પ્રાગટ્ય,સ્વાગત ગીત, મહેમાનોનું સ્વાગત,
પ્રાસંગિક પ્રવચનો, ભાવિક શાહ નિર્મિત નાટક ‘બા તને હું ક્યાં રાખું,?’
અને છેલ્લે આભાર વિધિ સાથે આખો પોગ્રામ ખુબ સારી રીતે ઉજવાઈ ગયો.
ઐઠોરમાં ખુબ સમય પછી ઉજવાયેલ આ નાટકને મન ભરીને માણવા આખા ઐઠોર ગામ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
