દુર્ગંધ અને કીડાની અસહ્ય પીડાથી રઘવાઈ થતી ગાયને સખત દોડધામના અંતે તે ગાયને શ્રી ગણપતિ મંદિર નજીક પકડી, બાંધી સારવાર કરી.
ડૉ. કેવલ પટેલની સખ્ત 2 કલાકની મહેનત દ્વારા અડધા ફૂટ જેટલો આગળના ડાબા પગનો નખ કાપી સરખો કરી 100 કરતા વધુ કીડાઓ બહાર કાઢ્યા, ઘા સાફ કરી અને અન્ય જરૂરી મેડિકલ સારવાર કરી ગાયને પીડામુક્ત કરી દીધી. સ્થાનિકોએ ભાવભેર રોટલીઓ ખવડાવી.
અમે દાદાના આશીર્વાદ સમા પ્રસાદ રૂપી લાડવા ખવડાવી સારી રીતે ચાલતી જતી જોઈ સૌએ હાશકારો અનુભવ્યો અને ભગવાનનો આભાર માન્યો.
સહયોગ ગ્રુપ હેલ્પલાઇન, ઐઠોર છેલ્લા 25 વર્ષથી એકધારી કોઈ પણ જાતની મજબૂત આવક વગર નિસ્વાર્થ, તટસ્થ રીતે 24 ક્લાક નિઃશુલ્ક સેવા કરી રહ્યું છે.
દર મહિને આવી કેટલીય લાચાર પશુ -પક્ષીઓનું રેસ્કયૂ કે અન્ય રીતે સેવા -સુસુશ્રા કરી રહ્યું છે.
આ ઓપરેશનમાં આશિષ પટેલ સહીત અશોક ઠાકોર, નાગજી રબારી,વિપુલ ન્યાઈ, બાબુજી ઠાકોર, સોની સિવાય કેટલાય સેવકોનો સહકાર મળી રહ્યો હતો.
આવી કેટલીય ગાયો માટે તેમના માલિકોની આવા મુંગા પશુઓ માટે કોઈ દયા હોતી નથી??
તેમને ગાયની આ લાચારી પર કોઈ દયા આવતી નહિ હોય??
ગાયોને દોહીને રખડતી કરવી કેટલું યોગ્ય??
આવી કેટલીય ગાયો મેડિકલ સારવાર ના અભાવમાં અસહ્ય લાચારી ભોગવતી હશે??
આ વ્યવસ્થા ક્યારે બદલાશે??
આના માટે કોણ જવાબદાર?
કેમ કોઇને સજા નહિ??
હે રામ??
કેમ આમ??
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
