સદર રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા, શહેસા થી જહુ માતાજી ઉપાસક હજુરભા, ખોડિયાર માતાજી ઉપાસક ખોડભાઈ, અમરતભાઈ સથવારા, બાલીસણાથી જીતુભાઇ જાની દ્વારા દીપ પ્રાગટ્ય કરી સવારે 9 કલાકે રક્ત દાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં
ઊંઝા નગરજનો તથા સેવક પરિવારના ભાઈ – બહેનો દ્વારા 78 બોટલ રક્તનું દાન જેસીસ બ્લડ બેક મહેસાણા તથા વોલેન્ટરી બ્લડ બેન્ક, ઊંઝાને અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક પરિવારના ભાઈ – બહેનો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
છેલ્લે જહુ માતાજી સેવક પરિવાર પ્રમુખ વિપુલભાઈ દ્વારા સર્વે રક્તદાતા ભાઈ – બહેનો તથા બ્લડ બેન્ક મહેસાણાના દિનેશભાઇ પટેલ તથા ટીમ અને ઊંઝા બ્લડ બેક ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
