આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ પટેલ (સુનકા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
મંત્રી તરીકેની સેવા રાહુલકુમાર કરશનભાઇ પટેલ (ગામી) આપશે.
પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીને ગ્રામજનો એ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા.
આખા ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત હિન્દુ તીર્થંસ્થાનોમાના એક એવા ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવસે-દિવસે વધતા ભક્તો અને દર્શનાર્થીઓ માટેની સંસ્થા તરફથી સેવા વધુને વધુ સારી રીતે આપી શકાય અને નખશીખ પારદર્શક, સ્વચ્છ અને પ્રામાણિક વહીવટ માટે કટીંબદ્ધ હોવાનું સૌ વહીવટ કર્તાઓએ વિશ્વાસ દાખવ્યો હતો
હાર્દિકભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, નટુભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ દવે અને ગોપાળજી ઠાકોર ટ્રસ્ટીઓ તરીકેની સેવા આપશે.
સાથે નવીનતામાં નવા પ્રમુખશ્રીની સાથે મળી ટ્રસ્ટીઓએ અગાઉ દાન ભેટ પ્રસાદી સ્વરૂપે અપાતા લાડવા 50 રૂપિયામાં એક હતો, તેની કિંમત અડધી કરી હવેથી 25 રૂપિયા જેવી નજીવી કિંમતમાં આપવાનું નક્કી કર્યું છે.
નવા હોદ્દેદારોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
