Explore

Search

September 8, 2025 2:51 am

IAS Coaching

રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2024 અંતર્ગત પશુ દવાખાના ઊંઝા ઐઠોર ગામે આજે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

 

આજ રોજ 7-12-24 શનિવારે સવારથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલકોના હિતાર્થે રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2024 અંતર્ગત પશુ દવાખાના ઊંઝા દ્વારા ઐઠોર મુકામે એક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

આ સેવાકીય કાર્યક્રમમા ઊંઝા પશુચિકિત્સા અધિકારી શ્રી ડૉ. અંકિતભાઈ પટેલ (ડૉ. એ. વી. પટેલ), પશુધન નિરીક્ષક મિત્ર શ્રી મનીષભાઈ પટેલ તથા પિયુષભાઇ પટેલ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ગામના અનેક પ્રકારના પશુઓ જેમ કે ગાય, ભેંસ અને ઘેટાં બકરા સૌ કુલ 146 પશુઓની સારવાર કરવામાં આવી હતી.

સરકાર તરફથી ગોઠવાયેલ આ સંપૂર્ણ નિઃશુલ્ક આયોજનથી ખેડૂત અને પશુપાલક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique