શ્રી હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.
શ્રી હરિભાઈ પટેલ દ્વારા ચૂંટણી બાદ 240 ગામમાં થયેલા પ્રવાસની પણ પી. એમ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોંધ લીધી છે.
ગ્રામ્ય વિસ્તારમાં પ્રજા વચ્ચે અને પ્રજાના પ્રશ્ન ને જાણીને નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા તેમના આ વિશેષ પ્રયત્નોથી હરિભાઈ પટેલની પી. એમ. દ્વારા નોંધ લેવાઈ.
હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ થઈ રહ્યો છે.
આ માટે હરિભાઈ પટેલ સતત ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
