ડો. મેઘા પટેલ કે જેઓ હાલ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદ પર અને પ્રવક્તા કોંગ્રેસ સમિતિના હોદ્દા પર પોતાની સેવાઓ આપે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
તાજેતરમાં બીજેપી દ્વારા મહારાષ્ટ્રમાં ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના લાભ અર્થે મોટી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, સામે 28 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોને ખૂબ જ
મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું એક ખેડૂત પરિવારની દીકરી હોવાથી ખેડૂત ભાઈઓની તકલીફ સમજી શકું છું.. જેથી ગુજરાતના ખેડૂતોની સમસ્યા અને તેઓને પણ લાભ મળે તે અર્થે ગુજરાતના
મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખી વહેલી તકે ખેડૂતોની બધી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરું છું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
