નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 700 જેટલી દીકરીઓને નિઃશુલ્ક દાતાઓના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી ચૂકી છે.
સમાજ દ્વારા શરૂઆત પાટણ ખાતેથી 23 જુન 2024 થી કરવામાં આવી છે.
સમાજ દ્વારા 1100થી વધુ દીકરીઓને આ વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે.
આગામી અમદાવાદ, બરોડા અને સુરત ખાતે વિવિધ જગ્યાએ આયોજન ટૂંક સમયમાં જ કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી સમાજના દરેક ગામમાં આયોજન કરીને દિકરીઓને વેક્સિન આપવામાં આવી છે.
ગત 8 સપ્ટેમ્બર ના રોજ કચ્છ જિલ્લા માં સમાજના પરિવારોની દીકરીઓને ગાંધીધામ આદીપુર ખાતે આયોજન કરીને દિકરીઓને નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી..
નાનાબાર પાટીદાર સમાજના ડોક્ટરો ડો.કશ્યપ પટેલ, ડો.જીગ્નેશ પટેલ, ડો.આકાશ પટેલ, ડો.અમિત પટેલ (આદીપુર ગાંધીધામ)દ્વારા સેવાનો લાભ મળી રહ્યો છે.!
સમાજના જાગૃત સેવાભાવી વ્યક્તિઓ દ્વારા થતા આ ઉમદા કાર્યની નોંધ બીજા સમાજ પણ લઇ રહ્યા છે.
આ સત્કાર્યની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
અહેવાલ :-આશિષ પટેલ, ઐઠોર.
