શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ઐઠોરના આગણે 19 મો પાટોત્સવ તારીખ 5/ 3/ 2025. ફાગણ સુદ છઠ્ઠ બુધવાર ના રોજ ઉજવવામા આવ્યો. જેમા હવન ,ભોજન પ્રસાદ તથા દિકરીઓને ભેટ જેવા અનેક ધાર્મિક સેવાકીય કાર્યક્રમ ગોઠવવામાં આવેલ.
બ્રહ્માણી યુવક ગૃપ દ્વારા રાત્રે ભવ્ય “રાસ ગરબા” નો પ્રોગ્રામ રાખવામા આવેલ જેના ગાયક:- પ્રકાશ પ્રજાપતિ અને પિંકલ મીર સુંદર જમાવટ કરી હતી અને રાસ ગરબાનુ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.
હવન પ્રસંગે માતાજીને છપ્પન ભોગ ધરાવવામા આવેલ.
ખાસ પ્રજાપતિ સમાજની ભારે આસ્થાનું કેન્દ્ર સમા આ મંદિરે દર વર્ષે આ રીતે પાટોત્સવ ઉજવવામાં આવે છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
