શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.ત્યારે આજે રાજ્યના તમામ શિવ મંદિરોમાં ભગવાન શિવની વંદના માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે પણ પોતાના વતન સુણક ગામમાં આવેલા પૌરાણિક શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી ભગવાન શિવને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.મહત્વપૂર્ણ છે કે,સુણક ગામમાં આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર 11મી સદીમાં બાંધવામાં આવ્યું હતુઁ.મહેસાણા જિલ્લામાં હયાત મંદિરો પૈકી સૌથી પ્રાચીન મંદિરોમાં સુણક ગામના નીલકંઠ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.સાંસદ હરિભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પૂજા અર્ચનામાં જોડાયા હતા. સુણક ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહાદેવજી ની પાલકી યાત્રા પણ નીકળે છે. આ યાત્રામાં ગામના સૌ નાગરિકો જોડાય છે. અને ભગવાનના દર્શન કરે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 19790
