Explore

Search

April 18, 2025 4:04 pm

IAS Coaching

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીની હોસ્પિટલમાં પહોંચીને વ્યવસ્થાની સમીક્ષા કરી, કહ્યું- દરેક હોસ્પિટલને સફદરજંગની જેમ તૈયાર રહેવું

કોરોના વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને , આજે (27 ડિસેમ્બર) દેશભરની હોસ્પિટલોમાં કોવિડ -19 મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. મોક ડ્રીલનો હેતુ ઈક્વિપમેન્ટ, પ્રોસેસ અને મેન પાવર સંબંધિત સજ્જતા ચકાસવાનો હતો. આ પછી, ભારત સરકાર કોરોના સામે લડવા માટે પોતાની તૈયારીઓને સંપૂર્ણ રીતે ચુસ્ત રાખવા માંગે છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કોવિડ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી છે. ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ચીનના કેસોમાં વિસ્ફોટક વધારા બાદ સમગ્ર વિશ્વ કોરોનાને લઈને એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે છેલ્લા અઠવાડિયાથી અનેક બેઠકો યોજી છે. સરકાર દરેક રીતે સુનિશ્ચિત કરવા માંગે છે કે વાયરસ ન ફેલાય.

આ પણ વાંચોઃ 
બિહારઃ નરગપાલિકા ચૂંટણીમાં OBC અનામત રદ, ચૂંટણી તાત્કાલિક યોજવી જોઈએ; હાઈકોર્ટનો નિર્ણય

‘સફદરજંગ હોસ્પિટલની જેમ તૈયાર રહો’

આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ ખતરનાક પરિસ્થિતિ ઊભી થાય તો હોસ્પિટલોએ કોરોના સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે, અમે ઈચ્છીએ છીએ કે અન્ય હોસ્પિટલો પણ તૈયાર રહે. રાજ્યના આરોગ્ય મંત્રી એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે દરેક જગ્યાએ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રીએ મોક ડ્રિલમાં ભાગ લેતી વખતે તેમનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

News18ગુજરાતી


News18ગુજરાતી

તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે. ત્યાંના આરોગ્યમંત્રી કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીઓની તપાસ કરી રહ્યા છે. એ જ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. 2020-21માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer