Explore

Search

April 19, 2025 4:11 pm

IAS Coaching

કોરોનાના નવા વેરિયન્ટ BF.7ને લઈને ભારતમાં એલર્ટ, આ ચાર કારણે આગામી 40 દિવસ મહત્ત્વના

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ, BF.7 અંગે ચેતવણી જારી કરી છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આગામી 40 દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જાન્યુઆરીમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ શકે છે. સરકારી સૂત્રોએ એમ પણ કહ્યું છે કે જો કોરોનાની લહેર આવે છે, તો તેના કારણે મૃત્યુઆંક બહુ વધારે હોવાની સંભાવના નથી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે, પરંતુ હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ નહીં હોય. વાસ્તવમાં, ભારતમાં મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે અને કોરોના ચેપને કારણે લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ પણ બની ગઈ છે. ચાલો જાણીએ એ 4 કારણો કયા છે, જેના કારણે ભારત માટે આગામી 40 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ 
દેશમાં કોરોનાનું જોખમ, આગામી 40 દિવસ મુશ્કેલ: જાન્યુઆરીમાં કોરોનાના કેસો વધી શકે છે

આ છે 4 મોટા કારણો?

જૂની પેટર્ન આ દિશામાં સંકેત કરી રહી છે: નિષ્ણાતો કહે છે કે તે અગાઉ પણ જોવા મળ્યું છે, પૂર્વ એશિયામાં કોરોનાના ફેલાવાના 30-35 દિવસ પછી, વાયરસની નવી લહેર ભારતમાં પ્રવેશે છે. આ અત્યાર સુધી એક પેટર્ન અને ટ્રેન્ડ જેવું રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મહિને, ચીન સહિત વિશ્વભરના દેશોમાં ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ BF.7ના કેસ અચાનક વધવા લાગ્યા છે. જેની અસર ભારતમાં જાન્યુઆરી મહિનામાં જોવા મળે તેવી શક્યતા છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

ફેસ્ટિવ સિઝનમાં વધી શકે છે માથાનો દુખાવોઃ દેશમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, મોટી સંખ્યામાં લોકો વિવિધ સ્થળોએ એકઠા થવાની સંભાવના છે. આ સાથે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ, પોંગલ, લોહરી, સ્વતંત્રતા દિવસ જેવા અનેક તહેવારો પણ યોજાવાના છે. તે જ સમયે, સમગ્ર દેશમાં મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં ભક્તો ગંગામાં સ્નાન કરે છે. જણાવી દઈએ કે ગત વર્ષે કુંભ દરમિયાન કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો હતો.

BF.7 ની સંક્રમણની ક્ષમતા: Omicronનું નવું વેરિયન્ટ BF.7 એન્ટી-કોરોનાવાયરસ વેક્સિન અને કોરોના સંક્રમણથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિને છેતરી શકે છે. આ સાથે, BF.7 ની સંક્રમણની ક્ષમતા પણ અગાઉના કોરોના વેરિયન્ટ્સ કરતા ઘણી વધારે છે. BF.7 નું R વેલ્યુ 10 અને 18 ની વચ્ચે છે. જેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે BF.7 વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ ઓછામાં ઓછા 10 થી 18 લોકોમાં આ વાયરસ ફેલાવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ ઓમિક્રોનના આ નવા વેરિયન્ટને સૌથી ચેપી ગણાવ્યો છે.

વિદેશથી આવતી ફ્લાઈટ્સ પર કોઈ પ્રતિબંધ નથી: કોરોના વાયરસ BF.7 ના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જો કે વિદેશથી આવતી ફ્લાઈટ પર હજુ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર વિદેશી ફ્લાઈટ દ્વારા આવતા લોકો જ બહારથી સંક્રમણનો સ્ત્રોત બને છે. ઘણી વખત ચેપગ્રસ્ત દર્દીના કોરોના ટેસ્ટમાં તરત જ વાયરસના નિશાન જોવા મળતા નથી. આ સ્થિતિમાં કોરોના સંક્રમણ ફેલાવાની આશંકા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique