Explore

Search

April 20, 2025 1:48 pm

IAS Coaching

Amreli: ખેડૂતે પાનમાંથી પૈસા પેદા કર્યા; પાનમાંથી લાખો રૂપિયાની કામણી કેમ કરી? જાણો

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાનાં વંડા ગામના ખેડૂતે પાંદડા વેચી લાખોને કમાણી કરી છે.હા, વંડા ગામના ખેડૂત જગદીશભાઈ સાત વીઘા ખેતીમાં સરગવા અને લીંબુનું વાવેતર કર્યું છે. બન્નેમાં બાર માસ પાક આવે છે. જેથી ત્રણેય સિઝનમાં પાક મળતો રહે છે. જગદીશભાઇ દ્વારા સરગવાનો પાવડર બનાવી બજારમાં વેંચવામાં આવે છે અને એક કિલો પાવડરનાં એક હજાર રૂપિયા મળી રહ્યાં છે.

સરગવાની એક શીંગનાં 25 રૂપિયા મળે

વંડા ગામથી બેંગ્લોર, દિલ્હી અને કોલકાતામાં સરગવાની નિકાસ થાય છે અને એક શીંગનો ભાવ રૂપિયા 25 ખેડૂતને મળે છે. તેમજ ખેડૂતે સરગવાનો પાવડર બનાવી વેચવાની શરૂઆત કરી છે.

મોટી સંખ્યામાં લોકો પાવડર લેવા આવે છે

જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પોતે પ્રાકૃતિક ખેતી કરતા હતા. ત્યારે ગામમાં માનસિક વિકલાંગ વ્યક્તિ સાથે સરખામણી કરતા હતા. પોતે અડગ રહ્યા હતા.

અનેક રોગમાં ફાયદો કરે છે

સાત વીઘામાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. સરગવાના પાંદડા વા, સંધિવા, ડાયાબિટીસ તેમજ અન્ય રોગમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી લોકો અહીં પાવડર ખરીદવા માટે વંડા ગામ ખાતે આવે છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?,

શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી. abhishekgondaliya60@gmail.comઅમારો સંપર્ક નંબર 7284990974 જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique