Ashish Parmar, Junagadh : કોરોના બાદ લોકોને રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડતો જીબીએસ નામના રોગે એક મહિલાને ઝપટમાં લીધા છે. ગુલિયન બારી સિન્ડ્રોમ્સ નામના આ રોગ માણસ માટે અતિઘાતકી નીવડે છે. ખાસ કરીને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી અને ઝડપથી સ્નાયુઓને નબળાઈ કરવાની કામગીરી આ વાયરસ દ્વારા થાય છે.
52 વર્ષીય મહિલાને નોંધાયો કેસ
જૂનાગઢના મજેવડી ગામના નિર્મલાબેન રામાણી નામની મહિલાને જીબીએસ નામનો રોગ થયો છે. શરૂઆત ફક્ત શરદી ઉધરસથી જ થઈ હતી. પરંતુ ત્યાં સ્થાનિક ડોકટર પાસે જ દવા લીધી હતી. પરંતુ પ્રાથમિક સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો આવ્યો ન હતો.
ત્યારબાદ દર્દીને બીજી જગ્યાએ સારા ડોક્ટરોને બતાવવા માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે તેમને અનેક રિપોર્ટો બાદ જીબીએસ બીમારી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેમની હાલ સારવાર ચાલી રહી છે અને તેમને આઈસીયુમાં શિફ્ટ કરી હાલમાં રોજના 10 બોટલ પ્લાઝમા ચડાવવામાં આવી રહ્યા છે.
પાંચ દિવસ સુધી ચાલશે સારવાર
આ દર્દીની હાલમાં સારવાર ચાલી રહી છે.પાંચ દિવસ સુધી સતત પ્લાઝમા આપવામાં આવશે અને એક ડાયાલિસિસ તરીકેની પ્રક્રિયા પણ હાલમાં શરૂ છે. જેથી તેમને તબિયત હાલમાં સુધારા પર છે તેવું ડો.આકાશ પટોળિયાએ જણાવ્યું હતું.
રોગની શરૂઆત કેવી રીતે થાય છે
જીબીએસ નામના રોગની શરૂઆતના લક્ષણોમાં જોઈએ તો સ્નાયુઓની નબળાઇની સાથે સાથે પીઠમાં દુ:ખાવો થાય છે. પગ તથા હાથથી આ રોગની શરૂઆત થઈ. ઘણીવાર હાથ અને શરીરના ઉપરના ભાગ સુધી આ રોગ ફેલાઈ જાય છે અને સંવેદનાઓને મૃતપાય અવસ્થામાં કરી નાખે છે. આ રોગની તીવ્રતા તબક્કા દરમિયાન આ વિકૃતિ જીવન માટે ખૂબ જ જોખમી બની શકે છે. લગભગ 15 ટકા લોકો શ્વાસ લેવાની સ્નાયુઓની નબળાઈ વિકસાવે છે અને તેથી યાંત્રિક વેન્ટિલેશનની જરૂર પડે છે.
દર વર્ષે આટલા લોકોમાં જોવા મળે છે આ રોગ
જીબીએસ રોગ દર વર્ષે એક લાખ લોકો દીઠ એક અથવા બે કેસ જ જોવા મળે છે. પરંતુ વૈશ્વિક સ્તરીય જોઈએ તો અસરગ્રસ્તોની સંખ્યામાં આશરે 7.5 ટકા મૃત્યુ થાય છે. જેની સારવાર ખૂબ જ લાંબી અને મોંઘી હોય છે. દરરોજ રૂપિયા 25,000 ના દવા અને ઇન્જેક્શનનો ખર્ચ થાય છે.
ઉપરાંત ગંભીર નબળાઈ ધરાવતા લોકો માટે ઇમ્યુનોગ્લોવ્યુલીન અથવા પ્લાઝમા થેલીસીસ સાથે તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. જો આ સારવાર પ્રોપર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ નિશ્ચિત ગણાય છે. ઉપરાંત આરોગ ખૂબ જ ઘાતકી સાબિત થાય છે. રોગ થતાની સાથે જ વ્યક્તિના અંગો પર ખૂબ જ જલ્દીથી અસર કરતા વાયરસ જોવા મળે છે.
News18ગુજરાતી
શરૂઆતનો તબક્કો આ રીતે રહે છે
શરૂઆતના તબક્કામાં પગ ત્યારબાદ ધીરે ધીરે ઉપરના ભાગ એટલે કે કમર ખભા અને છેવટે મગજ સુધી આ વાયરસ પહોંચી જાય છે અને માણસના ચેતાતંતુઓને તેમજ જ્ઞાન તંતુને નબળા કરી દે છે અને વ્યક્તિ શિથિલ અવસ્થામાં જ રહે છે. શારીરિક રીતે કોઈપણ કરી શકતા નથી.
52 વર્ષીય દર્દીની જૂનાગઢના રીબર્થ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં તેમને રોજના 10 બોટલ પ્લાઝમા ચડાવાઈ રહ્યા છે. અને સતત પાંચ દિવસ સુધી આ સારવાર ચાલશે. જૂનાગઢ લેવલે એક અઠવાડિયા સુધી સારવારનો ચાર્જ આશરે ત્રણ લાખ સુધી પહોંચે છે. મેગા સીટીમાં આ ચાર્જ લગભગ બમણો થઈ જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
