Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.માત્ર રાજકોટમાં જ નહિં પણ ગુજરાતમાંથી પણ હવે કોરોનાનો આંકડો વધી રહ્યો છે.જેથી તંત્ર પણ કોરોનાને પહોંચી વળવા માટે કામે લાગી ગઈ છે.ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટમાં હવે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ છે.અત્યારે ઈન્ડોરમાં એક દર્દી દાખલ છે.જે મિનિમમ ઓક્જિન પર છે.
વધુમાં જણાવ્યું હતું કે આ દર્દીની જનરલ કન્ડીશન નોર્મલ છે. જ્યા સુધી કોવિડની વાત છે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે તૈયાર છે. આ માટે અલગથી ઓપીડી પણ ચાલુ કરી દેવામાં આવી છે.
24/7 અલગથી ઓપીડી ચાલુ રાખવામાં આવી છે.અહિંયા રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.જરૂર પડે તો આરટીપીસીઆર પણ કરવામાં આવે છે. અલગથી કોવિડ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.આ 100 બેડની હોસ્પિટલ છે. જેમાં આઈસીયુ અને જનરલ વોર્ડ પણ સામેલ છે.
News18ગુજરાતી
કોવિડ માટેની તમામ તૈયારી છે.બાળકો માટે પણ 100 બેડની વ્યવસ્થા છે.ઓક્સિજન સહિતની તમામ તૈયારી કરવામાં આવી છે. આ સાથે જ ડ્રગ્સ પણ પુરતા પ્રમાણમાં છે.જેથી સિવિલ હોસ્પિટલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
