CORONA CASES TODAY: દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં 46 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4435 કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડા કહી રહ્યા છે. નવા કેસ બાદ હવે કુલ કેસની સંખ્યા 44,733,719 જેટલી થઈ ગઈ છે.
આંકડા પરથી જણાય છે કે, મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં 186 ટકાનો ઉછાળો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં પણ કેસ વધ્યા છે. જેથી સરકારે લોકોને સાવધાન રહેવા અપીલ કરે છે.
530,916 લોકોએ જીવ ગુમાવ્યો
અગાઉના 24 કલાકમાં 3038 કેસ નોંધાયા હતા. નવા આંકડા મુજબ રિકવર થયેલા કેસોની કુલ સંખ્યા 44,179,712 છે, જે કુલ સંખ્યાના 98.76 ટકા છે. બીજી તરફ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 530,916 (1.19%) લોકોએ જીવ ગુમાવ્યા છે. તો હાલ એક્ટિવ કેસની સંખ્યા 23,091 (0.05%) છે.
કોરોના રસીના 2.2 અબજથી વધુ ડોઝ અપાયા
દેશમાં રસીકરણ અભિયાન 2021ની 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં કોવિડ રસીના 2.2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાશિના 1979 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
કોવિડ કેસમાં ‘આકસ્મિક’ વધારો! ‘ફાસ્ટ’ XBB વેરિયન્ટ છે નવો વિલન? ભારતમાં 3 હજાર નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં 186 ટકાનો જબ્બર ઉછાળો
દેશમાં કોરોના કેસમાં વધારો ચિંતાજનક છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં આગલા દિવસની તુલનામાં 186% વધુ કેસ નોંધાયા છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. મહારાષ્ટ્રમાં 710થી વધુ લોકો ચેપનો ભોગ બન્યા છે. દિલ્હીમાં પણ સ્થિતિ ગંભીર થઈ શકે છે. ત્યાં 521 નવા કેસ નોંધાયા છે.
પંજાબમાં પણ ફરી એકવાર કોરોનાની અસર દેખાવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં પંજાબના આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યું છે કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે 38 નવા કેસ નોંધાયા છે. વધતા કેસના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
