અમદાવાદ: દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યમાં દરરોજ 200થી વધુ નવા કેસો કોરોનાના સામે આવી રહ્યાં છે. જેને પગલે રાજ્યના આરોગ્ય તંત્ર પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે. ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ XBB1.16 કેટલો અને કોના માટે ખતરનાક નીવડી શકે છે કયા લોકોએ તેનાથી સાચવવાની જરુર છે તે જાણવાની જરુર છે.
કોરોનાને હળવાશમાં લેવાની જરુર નથી
આમ તો કોરોનાની પહેલી અને બીજી લહેર ખુબ જ જોખમી નીવડી હતી. ત્યાર બાદ કોરોનાની દરેક લહેર ધીમી પડી છે. પરંતુ કોરોનાને હળવાશમાં લેવાની જરુર નથી તેવું ગાય વગાડીને તબીબી નિષ્ણાતો દ્વારા કહેવાઈ રહ્યું છે. અને એટલે જ કોરોનાનો નવો વેરિયન્ટ XBB1.16 હાલમાં દેશભરમાં જોવા મળી રહ્યોં છે. જેના કારણે કોરોનાના આ કેસમાં વધારો થાય તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું તે તમામ માટે કેન્દ્રનું આરોગ્ય તંત્ર તમામ રાજ્યના આરોગ્ય તંત્ર પાસેથી સમીક્ષા કરી રહ્યું છે.
કોરોનાનો નવો વેરિયન્ટ XBB1.16
એશિયાની નંબર વન કહેવાતી અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી જણાવે છે કે આપણે સૌ જોઈ રહ્યાં છીએ કે કોરોનાનો નવો વેરિયન્ટ XBB1.16ના કેસીસ અત્યારે જોવા મળી રહ્યાં છે. આ કેસોમાં પણ હોસ્પિટલાઈઝેશનની જરૂર ખુબ ઓછી ઊભી થઈ છે. આ વેરિયન્ટ પણ ઓમિક્રોન વેરિયન્ટ જેવો જ છે. જેમાં સિમ્ટમ્સ ખુબ માઈલ્ડ છે. એટલે લક્ષણોની ઓછી તીવ્રતાનાં કારણે પણ લોકો બેદરકારી રાખી રહ્યા છે.
આ પણ વાંચો:
કોરોના સામે તંત્ર કેટલું એલર્ટ? સિવિલમાં મોકડ્રીલ પહેલા હાસ્યાસ્પદ ભોપાળું વળ્યું
કોના પર થાય છે અસર?
એવા લોકોને જ તેની અસર થાય છે જે કો મોર્બિડ છે. જેમની ઈમ્યુનિટી ખુબ ઓછી છે. સિનિયર સિટીજન્સ, બાળકો જેમને ઈમ્યુનીટી ખુબ ઓછી હોય તેમને દાખલ થવાની જરુર પડતી હોય છે. અમારે અહી પણ બે બાળકો એડમિટ થયા હતા પરંતુ તેઓ સાજા થઈને ઘરે પરત જતા રહ્યાં છે. એટલે કે તે વધુ ઘાતક હોય તેવું લાગતુ નથી. ડોક્ટરો સહિત ઘણા નિષ્ણાતોને પરિસ્થિત વધુ વણસે તેવું લાગતું નથી. પરંતુ કોવિડ ગયો નથી તેવું આપણે રાખીશું તો આપણા પર કોરોનાને હાવી થતો અટકાવીશું. માટે સાવધાની રાખવી પણ જરૂરી છે અને શક્ય એટલા બચીને રહેવાથી ભવિષ્યની હોનારત ટાળી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
