સમગ્ર કાર્યક્રમનું સુકાન કારોબારી સભ્યશ્રી પંકજભાઈ સોની દ્વારા સંભાળવામાં આવ્યો હતુ.
શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને વર્ષ 2023 સુધીના તમામ પૂર્વ પ્રમુખોને આમંત્રણ આપી આજની ઉજણીમાં તેમની સેવાઓ બદલ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
હાજર રહેલા તમામ ભૂતપૂર્વ પ્રમુખોએ ચાલુ વર્ષની કારોબારી ટીમને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને સમાજની આ અભૂતપૂર્વ વિકાસ ગાથા ને આગળ ધપાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વિરામના અંતે શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજની જનરલ મીટીંગ શરૂ કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય પ્રમુખશ્રી રાકેશકુમાર પ્રવીણભાઈ સોની, ઉપ-પ્રમુખશ્રી જીગરકુમાર મહેશભાઈ સોની, મંત્રી શ્રી પિયુષભાઈ દિલીપભાઈ સોની, સહમંત્રી શ્રી મિહિરભાઈ સુરેશભાઈ સોની, ચંદ્રેશભાઇ પ્રહલાદજી સોની, દીપકભાઈ ભાનુપ્રસાદ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂની કારોબારીનો વિસર્જન કરવામાં આવ્યું હતું અને નવા પ્રમુખ તરીકે જીગરકુમાર મહેશભાઈ સોની ને રાખવામાં આવ્યા હતા.
જીગરકુમાર સોની દ્વારા સમગ્ર જ્ઞાતિજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યવાહીને આગળ ધપાવતા ઉપપ્રમુખ તરીકે જીગરભાઈ હસમુખભાઈ સોનીની નિમણૂક કરવામાં આવી હતી. ખજાનચી તરીકે રિતેશકુમાર યોગેશભાઈ સોની,
મંત્રી તરીકે પિયુષભાઈ દિલીપભાઈ સોની
સહમંત્રી તરીકે મિહિરભાઈ સુરેશભાઈ સોની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
સાથે સાથે સમાજના અનુભવી વડીલોની સલાહકાર સમિતિ નિમવામાં આવી હતી. જનરલ મીટીંગના અંતે આભાર વિધિ મંત્રીશ્રી પિયુષભાઈ દિલીપભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી.
શ્રી ભુવનેશ્વરી માતા તથા માંકડીયા વીરના જય ઘોષ સાથે હવનની કાર્યવાહીમાં સર્વે જ્ઞાતિજનો જોડાયા હતા.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
