ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગુરુકૃપા સોસાયટી, ઊંઝા – ઐઠોર રોડ પર જ આજથી 27 વર્ષ અગાઉ માગસર સુદ 12 ના રોજ પાકું નવું મંદિર બનાવી ગુરુ મહારાજની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા પરંપરા મુજબ ભારે ધામધૂમથી કુટુંબના સમસ્ત 31 ભાઈઓને સાથે રાખી કરવામાં આવી હતી. આ ગુરુમહારાજ ( પરભા ભા ) ના નામે પણ પ્રસિદ્ધ છે. ગુરુમહારાજ નો મહિમા કઈક અલગ છે..
એમના ઘણા પરચા પણ લોકમુખે હજુ સંભળાય છે …!!
12-12-24 ને ગુરુવારના રોજ 27 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,
જે નિમિત્તે ઐઠોરના પ્રખ્યાત કર્મકાંડી બ્રાહ્મણ જીજ્ઞેશભાઈ ત્રિવેદી (જીગરભાઈ મહારાજ) ના મુખ્ય આચાર્ય પદે વિધિપૂર્વક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
છેલ્લે ભોજન પ્રસાદીની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઐઠોરના શ્રી ગુરુમહારાજ ની કૃપા સૌ ભક્તો પર બની રહે તેવી પ્રાર્થના 🙏🏻
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
