આજ 29-09-24 રવિવાર ના રાત્રે 8:30 કલાકે માર્કેટ યાર્ડ બેંક પાસે, નવા ગંજબજાર, ઊંઝા દ્વારા માર્કેટયાર્ડ કોમર્સીયલ કો. ઓપ. બેંક લી. ઊંઝાનો 50 મા વર્ષનો સુવર્ણ જ્યંતી નિમિતે ભવ્ય લોકડાયરો યોજાયો.
જેમા ડાયરાના ખ્યાતનામ કલાકારો સાથે અનેક મહાનુભાવોની હાજરીમા બેંકના પૂર્વ વા. ચેરમેન / મેનેજીંગ ડિરેક્ટરશ્રીઓનું સન્માન કરેલ.
આ મહોત્સવમાં સમારંભના અધ્યક્ષશ્રી વિષ્ણુભાઈ આર.પટેલ, મુખ્ય મહેમાન શ્રી પટેલ દિનેશભાઇ અમથારામદાસ (પૂર્વ ચેરમેન APMC ઊંઝા) તથા અતિથિ વિશેષમાં જી. કે. પટેલ અને દશરથભાઈ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.
