સંકટ ચતુર્થી એટલે જ દાદાના આશીર્વાદથી સર્વ વિઘ્નોમાંથી પાર પડવું.આ દિવસે ભાવપૂર્વક વ્રત કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ગણેશજીની કૃપાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
હિન્દુ ધર્મના તમામ ધાર્મિક તહેવારોમાં સંકટ ચોથ એ સૌથી વધુ મહત્વનો તહેવાર છે. આ દિવસે શ્રી ગણપતિ દાદાના મંદિરે ધરો અને અન્ય ફૂલ તથા શ્રી ફળ-ગોળ, લાડુની પ્રસાદી ધરાવી દર્શન કરવાનું અનેરું જ મહત્વ છે.
આજે 18-12-24 બુધવાર, પુષ્ય નક્ષત્ર,સંકટ ચતુર્થી (અખૂરથ સંકટ ચતુર્થી) માગસર મહિનો કૃષ્ણ પક્ષ,ચંદ્રોદય રાત્રે 8:55 વાગે છે.
પંચાંગ અનુસાર સંકટ ચોથ 18 ડિસેમ્બર બુધવારે આજે સવારે 10:06 થી શરૂ થઇ બીજા દિવસ 19 ડિસેમ્બર ગુરુવારે સવારે 10:02 વાગે પૂર્ણ થશે. નિશાકાળ દરમ્યાન થતી પૂજાને લીધે સંકટ ચતુર્થીનું વ્રત આજે 18 ડિસેમ્બરના રોજ ઉજવાય છે.
આ નિમિતે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.
દર મહિનાની જેમ આ વખતે પણ સંસ્થા તરફથી ચા-પાણી અને ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી.
સેવકો પણ સારી રીતે દર્શનાર્થી -ભક્તોની વ્યવસ્થા સાચવતા હોય છે.
આવી દરેક સંકટ ચોથમા દેશના ખૂણે ખૂણેથી મોટા પ્રમાણમાં દાદાના ભક્તો દર્શન હેતુ પધારતા હોય છે.
આ ચોથ વિશેષ તો આખુ વર્ષ નવેસરથી વ્રત લેવાનો અને મુકવાનો હોય તે માટેની કર્મકાંડ અને પૂજાની વિધિ અહીં મંદિરમાં જ દર વર્ષે કરવામાં આવે છે, જેનો હજારો ભક્તો લાભ લેતા હોય છે.
આવી સખત ઠંડીમાં દૂર દૂર થી પગપાળા-ચાલતા આવતા સંઘવાળા ભક્તો દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
શ્રી ઐઠોરા ગણેશ સૌ ભક્તો પર કૃપા વરસાવે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
