ઊંઝામાં અવારનવાર મોટા ધાર્મિક પોગ્રામ યોજાતા જ હોય છે.
હાલમાં આજે તારીખ 14 ડિસેમ્બર,24 થી 17 ડિસેમ્બર, 24 સુધી 108 કુંડી ‘રાષ્ટ્ર જાગરણ અભિયાન’ ગાયત્રી મહાયજ્ઞ ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ઊંઝા દ્વારા ભવ્ય રીતે ઉજવાશે,

જેમાં ઊંઝા નગર અને આજુબાજુના ગામડાઓ આ મહાન ધાર્મિક કાર્યનો લાભ લેશે.
આજના યુગની સળગતી સમસ્યાઓના નિરાકરણ તથા વિશ્વના સૂક્ષ્મ વાતાવરણને બદલવા માટે યુગઋષિ પ. પૂ. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી એ આ યુગના બ્રમ્હાઅસ્ત્ર સમાન ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી મહાયજ્ઞને માધ્યમ બનાવી ‘નવચેતના વિસ્તાર આંદોલન’ માટે ગાયત્રી મહાયજ્ઞોની શૃંખલાનો શુભારંભ કર્યો છે.તેની કડીરૂપે શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં ધર્મ નગરી ઊંઝા ખાતે તારીખ 14,15,16,17 ડિસેમ્બર 2024 દરમ્યાન 108 કુંડી મહાયજ્ઞ શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર પાસે, ઊંઝા – ઐઠોર રોડ, ઊંઝા ખાતે ભવ્ય રીતે યોજાશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.
Mo : 987 986 1970
