ગુરુતત્ત્વ વૈશ્વિક મંચ દ્વારા મહાશિવરાત્રિના દિવસે ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિની ઉજવણી
મહાશિવરાત્રિનું પર્વ શિવભક્તો અને સાધકો માટે અનેરું પર્વ છે. આ પર્વ આત્માઓનું પર્વ કહેવાય છે, કારણ કે લોકો આત્મિક સ્તર પર જઈને આ પર્વની ઉજવણી કરે છે. હિમાલયના યોગી પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગમાં સમગ્ર વિશ્વના સાધકોએ 45 દિવસના ગહનધ્યાન અનુષ્ઠાનની પૂર્ણાહુતિ અને મહાશિવરાત્રિ પર્વની ઓનલાઈન ઉજવણી કરી હતી. પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની એકાંતમાં ઉચ્ચ સ્તરીય ગહન સાધના એટલે કે ગહન ધ્યાન અનુષ્ઠાન ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી આશ્રમ ખાતે ચાલી રહ્યું હતું, જે મહાશિવરાત્રિના પાવન દિને પૂર્ણ થતાં તેઓએ ઓનલાઇન સમગ્ર વિશ્વના સાધકોને આશીર્વચન પાઠવ્યા હતા.
કાર્યક્રમ બાદ સમર્પણ આશ્રમ, દાંડી ખાતે આત્મનિર્ભર આશ્રમ યોજના હેઠળ સોલાર પાવર પ્રોજેક્ટનું પરમ પૂજ્ય ગુરુદેવના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
