જીવનનું કલ્યાણ થઇ જશે.- સદગુરુ શ્રી હરી બાપુ, કડી.
મહાશિવરાત્રીએ શિવભક્તોનો આનંદ જોવા જેવો હોય છે,
તેમનો ઉત્સાહ કેમેય કરીને હૃદયમાં માતો નથી.
આજ 26-02-25 મહાશિવરાત્રીના મહાદેવના અતિપ્રિય પ્રસંગે શ્રી આનંદ આશ્રમ, શ્રી રામ નગર, સુજાતપુરા રોડ, કડી ખાતે અગાઉ નક્કી કરેલ સમય મુજબ સાંજે 4 વાગ્યા સુધીમાં ભક્તોનું આગમન થઇ ગયુ.
સર્વ પ્રથમ શ્રી યજ્ઞ,તાંડવ નૃત્ય ધ્યાન, ભજન સંધ્યા, સદગુરુ સત્સંગ અને શિવ પ્રસાદી સ્વરૂપે ભાંગ પ્રસાદી અને છેલ્લે સૌએ ભોજન પ્રસાદીનો દિવ્ય લાભ લઇ પ્રસન્નતા અનુભવી હતી.
શ્રી હરી બાપુએ તેમના દિવ્ય સત્સંગમાં કહ્યુ હતું કે,
‘મહાશિવરાત્રીએ માત્ર ભાંગ-રસને જ નહિ શિવ-રસને પણ માણો,
જીવનનું કલ્યાણ થઇ જશે.-
વધુમાં પ્રકાશબાપુએ તેમના સત્સંગમાં કહ્યુ હતું કે,
‘સીધા શિવ કોઇને ય મળતા નથી, સદગુરુની પ્રસન્નતા મળે તો જ શિવ મળે’
આ આખા પોગ્રામને ધામધૂમથી ઉજવવામાં શ્રી હરી બાપુ, શ્રી પ્રકાશ બાપુ સાથે માં ઝંઝા આનંદ, પારુ માં, સચિન આનંદ, ડી. કે. આનંદ, જાનકી આનંદ, મંજુલાબેન સહીત સર્વ સાધકોએ રસપૂર્વક આયોજન કરી સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
